ભારતીય પુરૂષ હોકી ટીમે જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ઘાનાને 11-0થી હરાવ્યું છે. ભારતીય પુરૂષ હોકી ટીમે બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં ઘાનાને 11-0થી હરાવ્યું હતું. આ મેચમાં શરૂઆતથી જ ભારતે આક્રમક રમત દેખાડી અને શાનદાર જીત મેળવી છે.
હરમનપ્રીતે હેટ્રિક ફટકારી હતી
ઘાના સામેની આ મેચમાં ભારતના કુલ આઠ ખેલાડીઓએ ગોલ કર્યા હતા. ભારત માટે અભિષેક, હરમનપ્રીત, શમશેર સિંહ, આકાશદીપ સિંહ, જુગરાજ સિંહ, નીલકાંત શર્મા, વરુણ કુમાર અને મનદીપ સિંહે ગોલ કર્યા હતા. બીજી તરફ વાઇસ કેપ્ટન હરમનપ્રીતે ગોલની હેટ્રિક ફટકારી હતી.


.png)